Home / Gujarat / Ahmedabad : The biggest reason for the Ahmedabad plane crash has been revealed

અમદાવાદ વિમાન દુર્ઘટનાનું સૌથી મોટું કારણ સામે આવ્યું! આ વ્યક્તિએ કર્યો ખુલાસો

અમદાવાદ વિમાન દુર્ઘટનાનું સૌથી મોટું કારણ સામે આવ્યું! આ વ્યક્તિએ કર્યો ખુલાસો

Ahmedabad plane crash: અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાના બોઇંગ-787 ડ્રીમલાઇન વિમાન ક્રેશ મામલે તપાસ માટે કેન્દ્ર સરકારે એક પેનલની રચના કરી છે જે 3 મહિનાની અંદર રિપોર્ટ સોપશે. આ વચ્ચે અમેરિકન નેવીના પૂર્વ પાયલોટ અને જાણીતા વિમાનના જાણકાર કેપ્ટન સ્ટીવે પ્લેન ક્રેશનો વીડિયો જોયા બાદ વિમાનમાં RAT (Ram Air Turbine) એક્ટિવેશનની વાત કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એવિએશન એક્સપર્ટ અનુસાર, એર ઇન્ડિયના બોઇંગ-787 વિમાને દૂર્ઘટનાના દિવસે જેવું જ ટેકઓફ કર્યું, રેમ એર ટર્બાઇન થોડી વાર બાદ જ એક્ટિવેટ કરી દેવામાં આવ્યું હતું જે મોટો સંકેત છે કે ઉડાન ભરવાની  સાથે જ વિમાન કોઇ ગંભીર સંકટ સામે ઝઝુમી રહ્યું હતું.

એવિએશન એક્સપર્ટ અને જર્નાલિસ્ટ જૈકબ ફિલિપે જણાવ્યુ કે વિમાનનું પ્રાઇમરી એન્જિન ફેલ થવા પર રેમ એર ટર્બાઇન (RAT) એક્ટિવેટ કરવામાં આવે છે જેથી ઇમરજન્સી પાવર લઇ શકાય. જો ઓગ્ઝિલરી પાવર યૂનિટ (APU) કામ ના કરે અથવા બેટરી યૂનિટ ફેલ થઇ જાય ત્યારે પણ RATને એક્ટિવેટ કરવામાં આવે છે. માત્ર આવી સ્થિતિમાં જ RAT કામ કરે છે.

દુર્ઘટનાનું અસલી અને હાઇક્વીલિટી ફૂટેજ જોયા બાદ કેપ્ટન સ્ટીવે RATના એક્ટિવેશનની વાત કરી છે, તેમને કહ્યું, 'જે વીડિયો સૌએ જોયો, તે અસલી વીડિયો નહતો. અસલી ફૂટેજમાં વિમાનની નીચેની સપાટી સ્પષ્ટ દેખાય છે અને તેમાં કઇક આવો નજારો જોવા મળે છે જે સૌને ચોકાવનારો છે.'

પહેલા વિમાન દુર્ઘટનાનો જે વીડિયો સામે આવ્યો હતો તે એક સ્ક્રીન રેકોર્ડિંગ હતો જે કોઇના ફોન પર ચાલતા બીજા ડિવાઇસથી શૂટ કરવામાં આવ્યો હતો જેને કારણે જરૂરી ડિટેલ્સ છૂટી ગઇ હતી. હવે ઓરિજનલ વીડિયો સામે આવ્યા બાદ તપાસની દિશા જ બદલાઇ ગઇ છે.

 RAT કેવી રીતે કામ કરે છે

કેપ્ટન સ્ટીવે કહ્યું કે વીડિયોમાં વિમાનની નીચે એક નાનો પ્રોપેલર જોવા મળે છે જેને RAT (Ram Air Turbine) કહેવામાં આવે છે. આ ઇમરજન્સી સિસ્ટમ હોય છે જે માત્ર ત્રણ પરિસ્થિતિમાં જ બહાર આવે છે. એક મોટો ઇલેક્ટ્રિક ફેલિયર થઇ જાય, બીજુ હાઇડ્રોલિક સિસ્ટમ ફેલિયર થઇ જાય અથવા જો બન્ને એન્જિન બંધ થઇ જાય.

કેપ્ટન સ્ટીવે એમ પણ જણાવ્યુ કે જ્યારે RAT એક્ટિવેટ કરવામાં આવે છે અને તે બહાર આવે છે તો એક ખઆસ અવાજ હોય છે જે નવા વીડિયોમાં પણ સંભળાય છે અને દુર્ઘટનામાં જીવતા બચેલા એકમાત્ર મુસાફર વિશ્વાસ કુમાર રમેશે પણ જણાવ્યુ કે દુર્ઘટના પહેલા વિસ્ફોટ સંભળાયો હતો અને લીલી અને સફેદ લાઇટ ચાલુ થઇ હતી.

કેપ્ટન સ્ટીવનું કહેવું છે કે વિશ્વાસ કુમારે જે જણાવ્યુ તે બન્ને વસ્તુ RATના એક્ટિવેટ થવા પર થાય છે જ્યારે વિમાનનો મુખ્ય પાવર સિસ્ટમ બંધ થઇને ઇમરજન્સી પાવરમાં ટ્રાંજિશન કરે છે.

Related News

Icon