
અમદાવાદ પ્લેન ક્રેશ અંગે AAIB દ્વારા મોડી રાતે રિપોર્ટ જાહેર કરાયો. આ મામલે હવે એર ઈન્ડિયા અને બોઈંગ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. એર ઈન્ડિયાએ શનિવારે કહ્યું કે અમે નિયામક અને અન્ય હિતધારકો સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને એએઆઈબી દ્વારા પ્રાથમિક રિપોર્ટ જારી કરાયા બાદ અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ચાલી રહેલી તપાસમાં અધિકારીઓને સહયોગ કરવાનું ચાલુ રાખીશું.
એર ઈન્ડિયાએ કરી પોસ્ટ
એર ઈન્ડિયા એરલાઇને X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે 12 જુલાઈ 2025 ના રોજ એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો દ્વારા જારી કરાયેલ પ્રારંભિક અહેવાલની અમને જાણકારી મળી છે. વધુમાં, એરલાઇને જણાવ્યું હતું કે અમે નિયામક તમામ હિતધારકો સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે AAIB અને અન્ય અધિકારીઓ સાથે આગળ વધતી તપાસમાં સંપૂર્ણ સહયોગ કરવાનું ચાલુ રાખીશું.
https://twitter.com/airindia/status/1943795808660599111
બંને એન્જિન બંધ થઈ ગયા હતા
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ શુક્રવારે મોડી રાત્રે અકસ્માતનો 15 પાનાનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કર્યો. અહેવાલ મુજબ, બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનને ઈંધણ મળવાનું બંધ થતાં થ્રસ્ટ ઘટવા લાગ્યુ હતું અને વિમાન નીચે તરફ ધકેલાવા લાગ્યું. જોકે હજુ એ સ્વીચ કટઓફની સ્થિતિ કેવી રીતે ઊભી થઈ તે જણાવવામાં આવ્યું નથી.
બોઈંગ દ્વારા આપવામાં પ્રતિક્રિયા
અમદાવાદમાં એર ઇન્ડિયા AI171 વિમાન દુર્ઘટનામાં AAIB ના પ્રારંભિક તપાસ અહેવાલ બાદ, બોઇંગે એક નિવેદન બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "એર ઇન્ડિયા ફ્લાઇટ 171 પર સવાર મુસાફરો અને ક્રૂ સભ્યોના પ્રિયજનો તેમજ અમદાવાદમાં જમીન પર અસરગ્રસ્ત દરેક વ્યક્તિ પ્રત્યે અમારી સંવેદના છે. અમે તપાસ ચાલુ રાખીશું અને અમારા ગ્રાહકને ટેકો આપીશું."