
Anand News: આણંદ જીલ્લાના વડોદ ગામે જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થતા મકાનના કાટમાળ વીણવા ગયેલા એક પરિવારના 3 સભ્યો પર બાજુના મકાનની દીવાલ પડી જેમાં એક વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. આ દુર્ઘટનામાં શાંતાબેન ચુનારાનું મોત નિપજ્યું છે, જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો મદદે પહોંચ્યા હતા.
આણંદના વડોદ ગામે આવેલ ફોરેન સ્ટ્રીટ વિસ્તારમાં આ ઘટના બની હતી. બનતા મકાનમાં જૂની ટાઇલ્સના ટુકડા વીણવા ગયેલા એક પરિવારના 3 સભ્યો પર દીવાલ પડી હતી. બનતા મકાનની બાજુમાં જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થતા આ બનાવ બન્યો હતો. ઇજાગ્રસ્તોનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે ખસેડાયા છે.