
અમદાવાદમાં પોલીસ કમિશનર દ્વારા રથયાત્રાના અનુસંધાને અસામાજીક તત્ત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 24 ઇસમોને એક સાથે પાસા તેમજ 10 ઇસમો વિરૂદ્ધ તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદ પોલીસની અસામાજીક તત્ત્વો સામે કાર્યવાહી
આગામી રથયાત્રાના અનુસંધાને અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તેમજ લોકોમાં કોમી એખલાસ અને સુરક્ષા સલામતી અનુભવાય તેમજ અસામાજીક તથા ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હતો.
આ કાર્યવાહીના ઉદ્દેશ્યથી શહેરના ચાંદખેડા, અમરાઇવાડી,સાબરમતી, ઇસનપુર, કાગડાપીઠ, વટવા GIDC, કારંજ, મણીનગર, નરોડા, સોલા હાઇકોર્ટ, રામોલ, શહેરકોટડા, એરપોર્ટ, નારોલ, વટવા, કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અલગ અલગ અસામાજીક પ્રવૃતિ કરતા કુલ 24 ઈસમો વિરુધ્ધ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા એકસાથે "પાસા"ના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને પાલારા ભુજ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ સિવાય 10 ઇસમો સામે તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે.