
અમદાવાદના પૂર્વ વિસ્તાર વસ્ત્રાલમાં 4 મહિના પહેલા રોડ પર જાહેરમાં આતંક મચાવનાર ગેન્ગનો મુખ્ય સુત્રધાર સહિત 16 આરોપીઓ હજુ સુધી પકડાયા નથી. શહેર પોલીસનું નાક ગણાતી એજન્સીઓ ભલભલા ચમરબંધી ગુનેગારોને પણ કાયદાનો પાઠ ભણાવીને સીધા દોર કરી નાંખે છે ત્યારે 120 દિવસથી પોલીસની શાખ ગણાતી એજન્સી સાથે વસ્ત્રાલમાં આતંક મચાવનાર ટોળકી સંતાકુકડી રમી રહી છે. હવે જોવાનું રહ્યું કે અમદાવાદ પોલીસ પંકજ ભાવસાર જેવા ગુંડાઓને પકડીને જેલના હવાલે કરશે કે પછી આ આખી ઘટનામાં ભીનું સંકેલાઇ જશે.
શું છે ઘટના?
અમદાવાદના વસ્ત્રાલમાં હોળીની રાત્રે ગેંગવોરની અદાવતમાં રાહદારીઓ અને દુકાનોની બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરીને આતંકની ઘટનાને 120 દિવસનો સમય વીતી ગયો છે.વસ્ત્રાલમાં આતંકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડાએ કડક શબ્દોમાં આદેશ આપતા સ્થાનિક પોલીસ દ્વારા એક બાદ એક 20 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આ સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર પંકજ ભાવસાર,ગોવિંદ ચૌહાણ સહિત 16 જેટલા લોકો હજુ પણ પોલીસ ચોપડે વોન્ટેડ છે અને આધુનિક ટેકનોલોજી હોવા છતા પણ આ આરોપીઓને પકડી શકતી નથી.
વારાણસીથી પણ પોલીસ ખાલી હાથે પરત ફરી
વસ્ત્રાલ આતંકની તપાસ સ્થાનિક પોલીસ અને એજન્સીના કર્મીઓ કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં એજન્સીના એક ઇન્સ્પેક્ટરનો સ્કવોર્ડ ફરાર પંકજ ભાવસાર અને ગોવિંદ ચૌહાણની તપાસ માટે અમદાવાદથી વારાણસી સુધી પહોંચી ગઇ હતી પરંતુ ચબરાખ આરોપીની સામે પોલીસના હાથ ટૂંકા પડ્યા અને એજન્સીના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત તેમના સ્કવોર્ડના પોલીસ કર્મીઓને વારાણસીથી વિલા મોઢે પાછા ફરવાનો વારો આવ્યો છે.
અમદાવાદ પોલીસ 16 આરોપીઓને કેમ પકડી શકતી નથી
પંકજ ઉર્ફે સરકાર ભાવસાર, ગોવિંદ ચૌહાણ, રાજીવ તોમર, પ્રકાશ ચૌહાણ, સોનું, બબલુ ઢાકરે, પ્રદીપ તિવારી, આસુ પિલ્લે, ખાટુ, સાહિલ ચૌહાણ, નરેશ ઉર્ફે નરીયો, મહેશ યાદવ,ગોવિંદ યાદવ, રવિ ગુડરિયા