Ahmedabad News: ચાંદલોડિયા-ખોડિયાર વચ્ચેથી પસાર થતી રેલવે લાઇન પર કોઇએ ૨૦ ફુટ લાંબી લોંખડની એન્ગલ વાળીને મુકીને વેરાવળથી આવી રહેલી વંદેભારત એક્સપ્રેસને ઉડાવી દેવા માટે કાવતરૂ ઘડયુ હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. રેલવે ટ્રેક પર લોંખડની એન્ગલ વંદેભારત એક્સપ્રેસની આગળના ભાગમાં ફસાઇ જતા ટ્રેનને ઉભી રાખીને એન્ગલ બહાર કાઢીને ટ્રેનને સલામત રીતે રવાના કરવામાં આવી હતી.

