
Ahmedabad News: આગામી ૨૭ જૂનના રોજ ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રા યોજવાની છે. ત્યારે રથયાત્રા પહેલાનો મહત્વનો પ્રસંગ એવો જળયાત્રા ૧૧ જૂનના રોજ યોજવામાં આવશે. જળયાત્રાના મહત્વપૂર્ણ પ્રસંગની તૈયારીઓ મંદિરમાં જોરોશોરથી ચાલી રહી છે.
જળયાત્રાના દિવસે ગંગા પૂજન કરી સાબરમતી નદીમાંથી પાણી લાવી ભગવાનનો જલાઅભિષેક કરવામાં આવે છે. ભગવાન માટે 108 કળશમાં પાણી લાવવામાં આવે છે. ૧૦૮ કળશ, ધજા પતાકા, સુશોભિત ગજરાજ બળદગાડા સાથે જ ભજન મંડળીઓ અખાડા સહિત વાજતે ગાજતે જળયાત્રા યોજવામાં આવશે. ભગવાન ગજવેશ એટલે કે ગણેશના સ્વરૂપમાં દર્શન આપશે.