
Ahmedabad Rathyatra: અમદાવાદ શહેરમાં આગામી 27મી જૂને અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. જેને લઈ મંદિર, વહીવટી તંત્ર અને અન્ય એજન્સીઓ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિર પ્રાંગણમાં કોઈ બનાવ બને કોઈ રાહત મળે તે માટે ઇન્સ્યોરન્સ હોય છે આ માટે 1 કરોડનો ઈન્સ્યોરન્સ છે. ઐતિહાસિક રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ, 101 ભારતીય પરંપરાની ઝાંખી કરાવતા ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડ બાજા રહેશે. ઐતિહાસિક રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ, 101 ભારતીય પરંપરાની ઝાંખી કરાવતા ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડ બાજા રહેશે. ભગવાનનો રથ ખેંચવા માટે 1000થી 1200 જેટલા ખલાસીઓ હશે.આ રથયાત્રામાં દેશભરમાંથી 2500 જેટલા સાધુ સંતો ભાગ લેશે. જેમાં અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી તમામ સંતો પધારશે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના જમાલપુરમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરેથી આ 148 રથયાત્રા આગામી અષાઢ બીજના દિવસે શુકવારે નીકળશે. રથયાત્રા નીકળે તેની પહેલા બહુજ બધા પ્રસંગ હોય છે. 27મી જૂને અષાઢી બીજના સવારે 5 વાગ્યે મંદિરે મંગળા આરતી થશે. સવારે 4 વાગ્યે મંગળા આરતી જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહેશે. આ મંગળા આરતી બાદ રાસ ગરબાનો કાર્યકમ યોજશે. આમાં ભગવાનનું મનગમતું આદિવાસી નૃત્ય પણ કરવામાં આવશે. ત્યારબાદ સવારે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજી રથયાત્રામાં બિરાજી ભક્તોને દર્શન આપશે.
આ ત્રણેય રથ પરંપરાગત રૂટ પરથી પસાર થશે. રથયાત્રામાં પ્રસાદ રૂપે 30000 મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમ, 2 લાખ ઉપરના પ્રસાદમાં આપશે. ભક્તો માટે અને રથ પ્રસ્થાન વિધિમાં આવતા તમામ દર્શનાર્થીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા પણ સુંદર રીતે કરવામાં આવી છે. એપીએમસી માર્કેટ જમાલપુર ખાતે પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે. સાંજે 8.30 વાગ્યે ત્રણેય રથ નીજ મંદિરે પરત ફરે ત્યારે મહાઆરતી થશે અને આ રથોને મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવે છે. જેને બીજા દિવસે સવારે આરતી બાદ ભગવાન જગન્નાથજીને નીજ મંદિરમાં સ્થાપન કરાય છે. ભક્તો ઓનલાઇન રથયાત્રાના દર્શન કરી શકે તે માટે પણ વેબસાઈટ મંદિર પ્રશાસનને વ્યવસ્થા કરી છે. Www.jagannathjiahd.org ઉપર ઓનલાઈન દર્શન થઈ શકશે. રથયાત્રા મનોરંજનનું સાધન નથી ભકિત કરવા માટે હોય છે.