Ahmedabad Rathyatra: અમદાવાદ શહેરમાં 27મી જૂને યોજાનારી ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથત્રા પહેલા કોમી એકલાસના દર્શન થયા હતા. જમાલપુર દરવાજાથી જગન્નાથ મંદિર સુધી કોમી એકતા રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સર્વધર્મના આગેવાનો જોડાયા હતા. જે બાદ સર્વધર્મના આગેવાનો મળીને ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને રથયાત્રા પહેલા ચાંદીનો રથ અર્પણ કરવામાં આવ્યો હતો. વર્ષ-2000ની સાલથી શરૂ કરવામાં આવેલા પરંપરા 26મા વર્ષે પણ યથાવત્ રહી હતી. ભગવાનની રથયાત્રા મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતી હોય ત્યારે મુસ્લિમ આગેવાનો દ્વારા કોમી એખલાસ જાળવવા પ્રયાસ કરાય છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં આવેલા જમાલપુર વિસ્તારમાં ભગવાન જગન્નાથ મંદિરે આગામી 27મી જૂને 148મી રથયાત્રા પહેલા સર્વધર્મના આગેવાનો મળીને જમાલપુર દરવાજાથી જગન્નાથ મંદિર સુધી કોમી એકતા રેલી યોજી હતી. દર વર્ષની જેમ પરંપરાગત રૂટ પર ભવ્ય અને આગવી રીતે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા કોમી એકલાસના દર્શન થયા હતા. વર્ષ-2000ના વર્ષથી શરૂ કરવામાં આવેલ પરંપરા 26માં વર્ષે પણ યથાવત્ છે. સર્વધર્મના આગેવાનો મળીને જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને રથયાત્રા પૂર્વે ચાંદીનો રથ અર્પણ કરી આર્શીવાદ લીધા હતા. રથયાત્રામાં મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતી હોય મુસ્લિમ આગેવાનો દ્વારા કોમી એખલાસ જાળવવા પ્રયાસ કરવામાં આવે છે.