Ahmedabad News: રથયાત્રા વર્ષોથી પરંપરાગત રૂટ ઉપર યોજાય છે ત્યારે મેટ્રો રેલ દ્વારા કાલુપુર પાસે કામ ચાલતું હોવાથી રૂટમાં સામાન્ય ફેરફાર કરવા મેટ્રો રેલ દ્વારા મંદિરને સૂચન કરવામાં આવ્યું હતું. જો કે, રુટમાં ફેરફાર કરવા બાબતનો મંદિર દ્વારા ઇન્કાર કરી દેવામાં આવ્યો છે અને રથયાત્રા પરંપરાગત રૂટ પર જ યોજાશે તેવું જણાવવામાં આવ્યું છે.

