
Ahmedabad News: અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં અમદાવાદ ગ્રામ્ય SGOએ ગર્ભપાત કરવાનું રેકેટ ઝડપી પાડ્યું છે. ગર્ભવતી મહિલાનું ગર્ભ પરીક્ષણ કર્યા બાદ હોટલમાં ગર્ભપાત કરવામાં આવતું હતું. ગ્રામ્ય SOGએ બાવળાની પનામા ગેસ્ટ હાઉસમાંથી ગર્ભપાતનું રેકેટ ઝડપી પાડ્યું છે. મહિલા નર્સ હેમલતા દરજી દ્વારા હોટલમાં ગર્ભવતી મહિલાનું ગર્ભપાત કરાવતી હતી.
એક મહિલાના 5 હજાર રૂપિયા લેતી હોવાનું સામે આવ્યું
ગર્ભવતી મહિલાને એનેથેસિયા આપીને ગર્ભપાત કરતી હતી. ગર્ભપાત કરવાના એક મહિલાના 5 હજાર રૂપિયા લેતી હોવાનું સામે આવ્યું છે. બાવળામાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. મહિલા નર્સ હેમલતા દરજીની ધરપકડ કરવામાં આવી છે. ગ્રામ્ય SOG અને હેલ્થ વિભાગએ ગર્ભવતી મહિલાને ગર્ભપાત કરાવતા રંગે હાથ હોટલમાંથી પકડી પાડી હતી.
એક જ હોટલમાં 3 વખતથી વધુ વખત આવી હોવાની માહિતી
ગર્ભવતી મહિલા, તેના સબંધી અને નર્સની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. બાવળા પોલીસ મથકમાં BNSની કલમ 91, 92, 54 MTP act 1971 section 5(2), 5(3) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. નર્સ હેમલતા દરજીએ હોટલમાં અનેક મહિલાઓના ગર્ભપાત કરાવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક જ હોટલમાં 3 વખતથી વધુ વખત આવી હોવાનું સામે આવ્યું છે. ગર્ભ પરીક્ષણ કરવાની લેબોરેટરીથી લઈ ગર્ભપાત કરવાનું આખું રેકેટ ચાલી રહ્યું છે.
આ રેકેટમાં અનેક લોકોની સંડોવણી સામે આવી છે
આરોગ્ય વિભાગ બાવળાની ટીમની સાથે રાખી તપાસ કરાઇ હતી. જેમાં પનામા ગેસ્ટ હાઉસ ખાતે રેઇડ કરતા સ્થળ ઉપરથી ત્રણ મહિલાઓ મળી આવી હતી. નર્સ સહિત એક ગર્ભવતી મહિલા અને તેના સબંધી હતા. એક મહિલાનું તાજુ જ ગર્ભપાત કર્યું હતું તેમજ સ્થળ ઉપરથી એક ભૃણ મળી આવ્યું હતું. પોલીસ તપાસ બાદ અનેક હકીકત સામે આવવાની શક્યતા સેવાઈ રહી છે.