Kheda News: ગુજરાતભરમાંથી સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે એવામાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. એક્સપ્રેસ હાઈવે પર ચકલાસી પાસે કેમિકલ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયું હતું. હાઇવે પરની રેલિંગ તોડીને 20 ફૂટ ખાડામાં ટેન્કર પલટી ખાતા ટેન્કરમાંથી કેમિકલ લીકેજ શરૂ થયું હતું.

