અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદને લીધે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી. ખાસ કરીને પૂર્વ વિસ્તારોમાં કૃષ્ણનગર, નરોડા અને બાપુનગર જેવા વિસ્તારોમાં મેઘરાજાએ ખૂબ તરખાટ મચાવ્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા, જેમાં કૃષ્ણનગરના રસ્તાઓની ખરાબ હાલતે લોકોની મુશ્કેલીઓ વધારી. ખાડાઓ અને ભૂવાઓથી ભરેલા રસ્તાઓએ વાહનચાલકો અને રાહદારીઓને પરેશાન કર્યા હતા.

