ચાલુ વર્ષના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં રાજકીય હિલચાલ વધી ગઇ છે. તાજેતરમાં, મહાગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી આરજેડીએ લાલુ પ્રસાદ યાદવને 13મી વખત રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટ્યા છે અને પાર્ટીએ સંપૂર્ણ તાકાતથી ચૂંટણી લડવાની તૈયારી કરી છે. દરમિયાન, AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે મહાગઠબંધનને એક મોટી ઓફર કરી દીધી. તેમણે જણાવ્યું હતું કે અમારી પાર્ટીએ બિહારમાં વિપક્ષી મહાગઠબંધનના નેતાઓનો સંપર્ક કર્યો છે કારણ કે પાર્ટીનો ઉદ્દેશ્ય આગામી ચૂંટણીમાં NDAને સત્તામાં વાપસી કરતા અટકાવવાનો છે.

