Home / Gujarat / Gandhinagar : Pahalgam terror attack: Shaktisinh Gohil tweeted about Gujarati tourists

Pahalgam terror attack: શક્તિસિંહ ગોહિલે ગુજરાતી પ્રવાસીઓ મામલે કર્યું ટ્વિટ, એરલાઈન કંપનીઓ મચાવી રહી છે લૂંટ

Pahalgam terror attack: શક્તિસિંહ ગોહિલે ગુજરાતી પ્રવાસીઓ મામલે કર્યું ટ્વિટ, એરલાઈન કંપનીઓ મચાવી રહી છે લૂંટ

પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કર્યું હતું.પહેલગામ હુમલા બાદ ગુજરાતના કેટલાય પર્યટકો હજુ પણ ત્યાં ફસાયેલા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સિવિલ એવિએશન મંત્રી અને PMO ઇન્ડિયાને ટેગ 

તેમણે કહ્યું કે ડાયરેક્ટ ગુજરાત આવવા માટે એક પણ ફ્લાઇટ પર્યટકોને મળી રહી નથી. એરલાઇન દ્વારા એર ફેર પણ ખૂબ જ વધારી દેવામાં આવ્યું છે.  સિવિલ એવિએશન મંત્રી અને PMO ઇન્ડિયાને ટેગ કરી વિશિષ્ટ સેવા શરૂ કરવા માંગ કરવામાં આવી છે.શ્રીનગરથી અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ માટે વિશિષ ફ્લાઇટનું આયોજન કરવા માંગ કરવામાં આવી છે.

આ વિસ્તારમાં સુરક્ષાદળો તહેનાત હોતા નથી

આતંકવાદીઓએ સ્થાનિક કાશ્મીરી આતંકવાદીઓ અને ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની સાથે મળીને હુમલા કરતાં પહેલાં વિસ્તારની રેકી કરી હતી. હુમલાખોરોએ હુમલા માટે બૈસરનને એટલા માટે પસંદ કર્યું કારણ કે આ વિસ્તારમાં સુરક્ષાદળો તહેનાત હોતા નથી.  

Related News

Icon