Home / India : New VIDEO of Pahalgam attack surfaced, terrorists first made people kneel

Pahalgam હુમલાનો નવો VIDEO આવ્યો સામે, આતંકીઓએ પહેલા ઘૂંટણીયે બેસાડ્યા અને પછી કર્યો બેફામ ગોળીબાર

Pahalgam Terrorist Attack : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલા બાદ આખો દેશ આઘાતમાં છે. આ દરમિયાન આતંકવાદીઓના હુમલાનો નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેને કત્લેઆમ મચાવતાં જોઈ શકાય છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ વીડિયોમાં જોઇ શકાય છે કે આતંકવાદીઓના હાથમાં ઑટોમેટિક ગન છે અને તે પહેલગામ ગ્રાઉન્ડમાં પ્રવાસીઓ પર હુમલો કરી રહ્યો છે. આ હુમલામાં આતંકવાદીઓએ 28 લોકોની હત્યા કરી દીધી અને ઘણા લોકોને ઘાયલ કર્યા. 

હુમલા કરતાં પહેલાં વિસ્તારની રેકી
આતંકવાદીઓએ સ્થાનિક કાશ્મીરી આતંકવાદીઓ અને ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની સાથે મળીને હુમલા કરતાં પહેલાં વિસ્તારની રેકી કરી હતી. હુમલાખોરોએ હુમલા માટે બૈસરનને એટલા માટે પસંદ કર્યું કારણ કે આ વિસ્તારમાં સુરક્ષાદળો તહેનાત હોતા નથી.  

પ્રાથમિક તપાસમાં ખબર પડી કે આતંકવાદીઓએ બોડીકેમ પહેરેલા હતા. હુમલાખોરોએ આ હુમલાની વીડિયોગ્રાફી કરી હતી. આતંકવાદીઓએ મહિલાઓ અને પુરૂષોને અલગ-અલગ કરી દીધા હતા. ત્યારબાદ એક-એક કરીને લોકોને માર્યા હતા. કેટલાક લોકોને દૂરથી ગોળી મારવામાં આવી જ્યારે બાકી લોકોને નજીકથી ગોળી મારવામાં આવી. 

તપાસમાં ખબર પડી કે આતંકવાદીએ જાણી જોઇને પહેલગામને હુમલા માટે પસંદ કર્યું. અહીં સુરક્ષાદળો તહેનાત હોતા નથી અને હુમલા બાદ બચાવ કાર્યમાં સમય લાગશે. આતંકવાદીઓએ સંતાવવા માટે ગાઢ જંગલમાં અડ્ડા બનાવ્યા હતા. સ્થાનિક આતંકવાદીઓની મદદથી આતંકવાદીઓએ કદાચ હવે પોતાનું લોકેશન બદલી દીધું છે. 

પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધી 28 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 17 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલો પહલગામની બૈસારન ઘાટીમાં કરવામાં આવ્યો, જેમાં આતંકવાદીઓએ લોકોને ટાર્ગેટ બનાવ્યા. 

 

Related News

Icon