
Pahalgam terrorist attack: : જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં આતંકવાદીઓને રસ્તો બતાવવામાં અલ્પાઈન ક્વેસ્ટ એપ્લિકેશન(Alpine Quest App) મદદગાર બની હતી. આ એપ્લિકેશનની મદદથી જ આતંકવાદીઓએ હુમલાના સ્થળની ઓળખ કરી હતી અને હુમલા બાદ ત્યાંથી ભાગવામાં પણ આ જ એપનો ઉપયોગ કર્યો હતો. અલ્પાઈન ક્વેસ્ટ એપ્લિકેશન(Alpine Quest App) જમ્મુ-કાશ્મીરના દરેક ખૂણે-ખૂણાની તસવીરો બતાવે છે. ગુપ્તચર સુરક્ષા એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલગામના જંગલોમાં આતંકવાદીઓએ ટૂરિસ્ટ સ્પોટ સુધી પહોંચવા માટે અલ્પાઈન ક્વેસ્ટ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો.
તમામ આતંકવાદીઓ પાસે હતી અલ્પાઈન ક્વેસ્ટ એપ્લિકેશન
સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ આ એન્ક્રિપ્ટેડ એપ્લિકેશનની મદદથી એવા ટૂરિસ્ટ સ્પોટ પર પહોંચવામાં સફળ રહ્યા હતા જ્યાં ખૂબ જ ભીડ હતી. આ મામલાની તપાસ કરી રહેલી તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, ભારતીય ગુપ્તચર એજન્સીના ટ્રેકિંગથી બચવા માટે પાકિસ્તાન સેનાના સમર્થનથી આ એપ ખાસ તૈયાર કરવામાં આવી હતી. આ એપનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વ્યાવસાયિક તાલીમ આતંકવાદીઓને તેમના હેન્ડલર્સ દ્વારા સરહદ પાર આપવામાં આવી હતી. પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ તમામ આતંકવાદીઓને આ એપ ચલાવવાની તાલીમ આપવામાં આવી હતી.
આટલું જ નહીં, મોબાઈલ એપ તૈયાર કર્યા બાદ તેના ઉપયોગ અંગે પણ ખાસ તાલીમ આપવામાં આવી હતી. આતંકવાદીઓને આ એપનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વ્યાવસાયિક તાલીમ સરહદ પાર તેમના હેન્ડલર્સ દ્વારા આપવામાં આવી હતી. ખાસ વાત એ છે કે પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ તમામ આતંકવાદીઓને આ એપ ચલાવવાની તાલીમ આપવામાં આવી હતી.
આતંકવાદીઓ દ્વારા પહેલગામ હુમલાનો મુખ્ય ઉદ્દેશ અમરનાથ યાત્રા પહેલાં તીર્થયાત્રીઓ અને પર્યટકોમાં ભયનો માહોલ ઊભો કરવાનો હતો. એવું માનવામાં આવે છે કે આ હુમલા પાછળ લશ્કરના મુખૌટા સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’નો હાથ છે.