Home / Career : Bumper vacancy in Airport Authority of India apply now

AAI Recruitment 2025: 309 જગ્યાઓ પર થશે ભરતી, અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો પાસે હોવી જોઈએ આ ડિગ્રી

AAI Recruitment 2025: 309 જગ્યાઓ પર થશે ભરતી, અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો પાસે હોવી જોઈએ આ ડિગ્રી

જો તમે પણ નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ 309 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેની છેલ્લી તારીખ 24 મે 2025 છે. સંબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ aai.aero ની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શૈક્ષણિક લાયકાત

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ જુનિયર એક્ઝિક્યુટિવની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. કુલ 309 જગ્યાઓ પર ઉમેદવારોની નિમણૂક થવાની છે. આ માટે, અરજદાર પાસે માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી B.Sc (ફિઝીક્સ અને મેથ્સ સાથે) અથવા B.E./B.Tech ડિગ્રી હોવી આવશ્યક છે. 

વય મર્યાદા

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 27 વર્ષ હોવી જોઈએ. આ ઉપરાંત, રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. ખાલી જગ્યા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, પાત્રતા માપદંડ, વય મર્યાદા જાણવા માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.

અરજી ફી

જનરલ, OBC, EWSના ઉમેદવારોએ અરજી ફી તરીકે 1000 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે SC, ST, PWBD, મહિલા, AAI એપ્રેન્ટિસ ઉમેદવારો માટે અરજી ફી શૂન્ય રહેશે.

અરજી કેવી રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઇટ aai.aero ની મુલાકાત લો.
  • 'Careers' સેક્શનમાં જાઓ અને 'JE ATC 2025' ભરતી લિંક પર ક્લિક કરો.
  • અહીં રજીસ્ટ્રેશન કરાવો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
  • ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.
Related News

Icon