Home / Gujarat / Surat : passengers unhappy with AIR INDIA Express

Surat News: ચેન્નઈ,હૈદરાબાદ, ગોવાની ફ્લાઈટ બંધ, AIR INDIA એક્સપ્રેસ સામે મુસાફરોમાં નારાજગી

Surat News: ચેન્નઈ,હૈદરાબાદ, ગોવાની ફ્લાઈટ બંધ, AIR INDIA એક્સપ્રેસ સામે મુસાફરોમાં નારાજગી

સુરત એરપોર્ટથી હવાઈ મુસાફરી કરતા લોકો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા આજથી સુરતથી ચેન્નઈ, હૈદરાબાદ અને ગોવા જતા ફ્લાઈટ રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે.સાથે જ, સુરત-શારજાહ વચ્ચે ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ 15 જુલાઈ સુધી માત્ર અઠવાડિયામાં એક જ દિવસ ચાલી શકે તેવો ફેરફાર કરવામાં આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફ્લાઈટની સંખ્યામાં ઘટાડો

આ પરિવર્તનના કારણે સુરત એરપોર્ટથી મુસાફરી કરનારા લોકો ખાસ કરીને વેપાર અને રોજગારના હેતુથી આવતા મુસાફરો માટે મુશ્કેલી ઉભી થઈ છે. એક તરફ જ્યાં સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દેશ-વિદેશ મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે, ત્યાં બીજી તરફ ફ્લાઈટની સંખ્યા ઘટતી જઈ રહી છે.આ નિર્ણયથી લોકોને નિકટવર્તી શહેરોના એરપોર્ટ પર અવલંબિત થવું પડશે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થશે.

મુસાફરોમાં નારાજગી

મુસાફરોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે અને એરલાઈન તથા પ્રશાસન સામે અટકાયેલા ગેરસમજ અને અવ્યસ્થાની પણ ફરિયાદ ઉઠી છે. મુસાફરો અને ઉદ્યોગકારોની માંગ છે કે એરલાઈન્સ અને એરપોર્ટ ઓથોરિટી સુરતના વધતા હવાઈ મુસાફરોના હિતમાં તાત્કાલિક પગલાં લે.

Related News

Icon