બોલિવૂડ એક્ટર અજય દેવગનની ફિલ્મ 'Raid 2'ની રિલીઝને હવે થોડો સમય જ બાકી છે.આ ફિલ્મ 1 મે, 2025માં થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મના ટ્રેલર અને ગાયન પહેલા જ રિલીઝ થઇ ચુક્યા છે. અજય દેવગન આ ફિલ્મના પ્રમોશનમાં લાગેલો છે. સેન્સર બોર્ડે આ ફિલ્મને લીલી ઝંડી આપી છે. આ ફિલ્મને સેન્સરબોર્ડ તરફથી U/A 7+ સર્ટિફિકેટ મળ્યું છે.

