
- આલિયા પોતાનાં વસ્ત્રો એક વાર પહેરીને ફેંકી દેવાને બદલે તેને ફરી ફરીને પહેરવાનું પસંદ કરે છે. એણે પોતાનાં લગ્નની સાડી પહેરીને જ દિલ્હીમાં બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ સ્વીકાર્યો હતો
પર્યાવરણને લઈને 5મી જૂને વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે ઉજવાયો. આમિર ખાન, અક્ષય કુમાર, જેકી શ્રોફ, દિયા મિર્ઝા અને ગુલ પનાંગ જેવા સેલિબ્રિટીઝ માત્ર પર્યાવરણ સુરક્ષા અને સસ્ટેનિબિલિટીની વાતો જ નથી કરતાં, એનો વ્યવહારમાં પણ અમલ કરે છે.
રિતેશ અને જેનેલિયા
રિતેશ અને જેનેલિયાએ ૨૦૨૦માં એક પ્લાન્ટ-બેઝ્ડ મિટ બ્રાન્ડ ઇમેજિન ફુડ્સની સ્થાપના કરી. ફેક્ટરી ફાર્મિંગથી પર્યાવરણને નુકસાન કરવાને બદલે કંપની વિવિધ ધાન્યમાંથી માંસ (મીટ) બનાવે છે. જેનેલિયાએ તો વેગન ફુડ અને પ્લાન્ટ-બેઝ્ડ ફુડની પસંદગીમાં લોકોને વધુ વિકલ્પો મળી રહે એ માટે સ્ટારબક્સ ઇન્ડિયાના કોલાબોરેશનમાં એક નવું પ્લાન્ટ-બેઝ્ડ મીટનું મેન્યુ બનાવ્યું છે. જેનેલિયા જનતાને પર્યાવરણ પર માઠી ફૂટપ્રિન્ટ ન છોડે એવો ખોરાક લેવાની અપીલ કરે છે.
કૃતિ સેનન
એકટ્રેસે પોતાની સ્કીનકેયર બ્રાન્ડ હાયફન લોન્ચ કરી છે, જે બીજાથી જુદી પડે છે. આ બ્રાન્ડનાં ઉત્પાદનો ૧૦૦ ટકા વેગન હોવા ઉપરાંત પ્લાસ્ટિક પ્રદૂષણ બિલકુલ ન ફેલાય એ માટે વચનબદ્ધ છે. અભિનેત્રીએ બીજી એક કંપની સાથે મળી ટ્રાઈબ નામની ફિટનેસ અને સ્વાસ્થ્યની સુખાકારી માટેની બ્રાન્ડ પણ શરૂ કરી છે. એમાં પણ માનવજાતની સુખાકારી જાળવવાનો અભિગમ રખાયો છે. કૃતિ એક સેનિટરી નેપકિન બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સ્ત્રીઓમાં હાઇજિન પ્રત્યે સજાગતા લાવવા અભિયાન પણ ચલાવે છે.
આલિયા ભટ્ટ
૨૦૧૨માં ફિલ્મોમાં ડેબ્યુ કર્યા બાદ આલિયા ભટ્ટે પોતાને એક એવોર્ડવિજેતા વર્સેટાઈલ એક્ટર ઉપરાંત એક વિચક્ષણ બિઝનેસવુમન તરીકે સ્થાપિત કરી છે. એ અવારનવાર એક જાગ્રત નાગરિક તરીકે એન્વાયર્નમેન્ટ અને સસ્ટેનેબલ ફેશન વિશે પોતાના વિચારો વ્યક્ત કરે છે. પર્યાવરણના હિતમાં આલિયા પોતાનાં વસ્ત્રો એક વાર પહેરીને ફેંકી દેવાને બદલે એમને ફરી પહેરવાનું પસંદ કરે છે. એણે પોતાનાં લગ્નની સાડી પહેરીને જ દિલ્હીમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ સ્વીકાર્યો હતો. એ સિવાય, આલિયા પ્રાણીપ્રેમી પણ ખરી. એણે પોતાના પેટ ડોગના નામથી ઇકો-ફ્રેન્ડલી કિડસવેર બ્રાન્ડ શરૂ કરી છે. આ બ્રાન્ડ નવજાત શિશુઓ માટે નેચરલ ફેબ્રિક્સમાંથી કપડાં બનાવે છે.
અજય દેવગન
એક અગ્રણી એન્વાયર્નમેન્ટલ એનજીઓ અને કોર્પોરેટ ગ્રપે અજય દેવગનની ૨૦૨૫ના વિશ્વ પર્યાવરણ દિન અભિયાન માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી છે. અભિયાનના ભાગરૂપે એક્ટર દુનિયાના વધુ હરિયાળા ભાવિ માટે સંગઠિત પ્રયત્ન કરવા ભાર મૂકે છે. એ ઉપરાંત અજય પર્યાવરણની સુરક્ષા દરેક વ્યક્તિની જવાબદારી હોવાનો મત વિવિધ માધ્યમો મારફત વ્યક્ત કરે છે. એ સિવાય તક મળે ત્યારે બીએમસી સહિતની વિવિધ સંસ્થાઓના વૃક્ષારોપણ કાર્યક્રમોમાં પણ અવારનવાર જોડાતો રહે છે.