
India-Pakistan: પાડોશી દેશ પાકિસ્તાન સાથે કથળેલી સ્થિતિ વચ્ચે ભારતે સરહદ સાથે જોડાયેલ રાજ્ય હાઈ એલર્ટ પર છે. ઘણા રાજયોના પોલીસ તંત્રની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે.
દેશના ઘણા સરહદી રાજ્યોમાં એલર્ટની સ્થિતિ છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને બિહાર વહીવટી તંત્રએ સુરક્ષાને લઈ ઘણા આકરા પગલાં ભર્યા છે. પંજાબના ફિરોઝપુર, અમૃતસર, ગુરુદાસકપુર અને તરનતારણ જેવા જિલ્લામાં તમામ શાળાઓ અને કૉલેજોમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. તેમજ પોલીસકર્મીઓની રજાઓ રદ્દ કરી નાખી છે. હરિયાણામાં પણ પોલીસ અને આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓની રજાઓ કેન્સલ કરીદેવામાં આવી છે. રાજસ્થાનના ગંગાનગર, બિકાનેર, જોધપુર જેવા રાજ્યોની શાળાઓ બંધ કરી દેવાઈ છે. હવાઈ હુમલાની આશંકાએ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું છે. જોધપુર, બિકાનેર અને અજમેર જેવા એરપોર્ટનું તમામ સંચાલન 10 મે સુધી મોકૂફ રખાયું છે.
ગુજરાત-પાકિસ્તાન બોર્ડર પર સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. રાજકોટ રેન્જ હેઠળ આવતા ત્રણ જિલ્લાની પોલીસ હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે. તમામ પોલીસકર્મીઓની રજા તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. આ સિવાય બિહાર અને પશ્ચિમ બંગાળમાં પોલીસતંત્રની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે.