કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 (Cannes 2025) હાલમાં બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. અત્યાર સુધી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની ઘણી સેલિબ્રિટીઓએ રેડ કાર્પેટ પર ફેશનનો જલવો દેખાડ્યો છે. હવે આલિયા ભટ્ટ રેડ કાર્પેટ પર ડેબ્યુ કરવા માટે તૈયાર છે. તાજેતરમાં, સમાચાર આવ્યા હતા કે ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, એક્ટ્રેસે કાન્સ ફેસ્ટિવલનો ભાગ બનવાનો ઈનકાર કરી દીધો છે. જોકે, હવે આલિયા ભટ્ટે આ અફવાઓ પર બ્રેક લગાવી છે. તે ફ્રાન્સ જવા માટે રવાના થઈ છે.
મુંબઈ એરપોર્ટ પર જોવા મળી આલિયા ભટ્ટ
સેલિબ્રિટી ઇન્સ્ટાગ્રામ પેજ પર આલિયા ભટ્ટનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં, એક્ટ્રેસ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી રહી છે. આલિયા કાન્સ 2025માં પોતાનું ડેબ્યુ કરવા માટે ફ્રાન્સના ફ્રેન્ચ રિવેરા જઈ રહી હતી. ફેન્સ તેના કાન્સમાં ડેબ્યુ માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન મુંબઈ એરપોર્ટ પર આલિયા ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. આ દરમિયાન તેના ચહેરા પર એક સ્માઈલ હતી.
આલિયા ભટ્ટના એરપોર્ટ લુકની વાત કરીએ તો, તેણે બેગી બ્લુ ડેનિમ અને ફીટેડ વ્હાઈટ ક્રોપ ટોપ પહેર્યું છે. આ લુકને બેજ ટ્રેન્ચ કોટ સાથે કમ્પ્લીટ કર્યો છે. એક્ટ્રેસે ડાર્ક કલરના એવિએટર્સ પણ પહેર્યા છે, જે તેના લુક વધારી રહ્યા છે. ઓપન શોર્ટ હેરમાં આલિયા ભટ્ટ ખૂબ જ સુંદર લાગે છે.
અફવાઓ પર લાગી બ્રેક
આલિયા ભટ્ટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં હાજરી ન આપવાની અફવાઓ પર બ્રેક લગાવી છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આ નાજુક પરિસ્થિતિને જોઈને, ઘણી સેલિબ્રિટીઓએ તેમની આગામી ઈવેન્ટ કરી હતી. આ દરમિયાન એવી અફવાઓ પણ શરૂ થઈ હતી કર આલિયાએ આ તણાવપૂર્ણ સ્થિતિમાં તેના કાન્સ દેબ્યુંને રદ્દ કર્યું છે. જોકે હવે આ અફવાનો અંત આવી ગયો છે.