પહેલગામ આતંકી હુમલા બાદ અમરનાથ યાત્રાને લઈને ચિંતા વધી ગઈ છે. તેની અસર 3 જુલાઈથી 9 ઓગસ્ટ દરમિયાન યોજાનારી અમરનાથ યાત્રા પર પણ જોવા મળી રહી છે. લોકોએ પ્રવાસ માટે નોંધણી કારાવવાનું બંધ કરી દીધું છે. આ હુમલાથી લોકોના દિલમાં ભય પેદા થયો છે. લોકોને ડર છે કે અમરનાથ યાત્રા દરમિયાન આતંકવાદીઓ તેમના પર પણ હુમલો કરી શકે છે.

