Home / Gujarat / Banaskantha : VIDEO: Banaskantha Congress President Gulabsinh Rajput gave this statement regarding liquor ban in Gujarat

VIDEO: બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ગુજરાતમાં દારૂબંધી અંગે આપ્યું આવું નિવેદન

VIDEO: બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ઉત્તર ગુજરાતના જાણીતા શક્તિપીઠ અંબાજી માતાના દર્શન કરી કોંગ્રેસ કાર્યકરોને મળ્યા હતા. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ગુલાબસિંહે શુભેચ્છા મુલાકાત લીધી હતી. 30 વર્ષના ભાજપના ભૂખ, ભય અને ભ્રષ્ટાચાર સામે લડતને લઈ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. હવે કોંગ્રેસ સંગઠન વધુ મજબૂત બને તે માટે કાર્ય કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા અંગે નિવેદન આપ્યું હતું. તેમને જણાવ્યું કે, આખા ગુજરાતમાં દારૂની લાઈનો ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી સંકલન કરી તમામ તાલુકાઓમાં એકસાથે જનતા રેડ પાડશે. દરેક તાલુકામાં 50-50 ખુલ્લેઆમ સ્ટેન્ડ ચાલી રહ્યા છે. દારૂના વેપલાને લઈ પોલીસને પણ કોઈ શરમ નથી આવતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો, નેતાઓને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહે જણાવ્યું કે, પોલીસ ખુલ્લેઆમ હપ્તો લઈને દારૂનો ધંધો ચલાવી રહ્યા છે. સરકાર દારૂ વેચવાનું બંધ નથી કરાવતી કારણ કે, સરકાર અને સુરત સુધી પૈસાનો હપ્તો પહોંચી રહ્યો છે. જો પોલીસ કે સરકાર દારૂ બંધ નહીં કરાવે તો કાંગ્રેસ પાર્ટી દારૂ બંધ કરાવશે. 

Related News

Icon