
ભાજપ દ્વારા આંબેડકર જયંતીની ઉજવણી મામલે હવે કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસે ભાજપને બંધારણ વિરોધી ગણાવી છે. ભાજપ દ્વારા આંબેડકર જયંતીની ઉજવણી મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, લાંબા સમયથી ના છૂટકે ભાજપને બંધારણ યાદ આવ્યું છે. કોંગ્રેસ પક્ષ આંબેડકરના સિધ્ધાંતો મુજબ બંધારણ બચાવવા અડગ છે.
ભાજપ બંધારણના સોગંધ લઈને બંધારણના નિયમોનું પાલન નથી કરતી
બંધારણ મુજબ ભાજપ દેશમાં શાસન ચલાવવા માંગે છે કે નહીં તેનો ભાજપ ખુલાસો કરે. કોંગ્રેસ સમગ્ર દેશમાં બંધારણ બચાવવા આંદોલન કરી રહી છે. ભાજપ બંધારણના નામે રાજકારણ કરવા માંગે છે. ભાજપ બંધારણના સોગંધ લઈને બંધારણના નિયમોનું પાલન નથી કરતી તેમજ બંધારણ પ્રમાણે નાગરિકોના અધિકારો પર તરાપ મારી છે. ભારતના સંવિધાનના રચયિતા બાબાસાહેબ આંબેડકર એ વિશ્વ વિભૂતી છે. દેશભરમાં તો આ અભિયાન ચાલી જ રહ્યું છે પરંતુ હવે 14 એપ્રિલથી કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં સંવિધાન બચાવો અભિયાન શરું કરવામાં આવશે.