
ગુજરાત ભાજપ દ્વારા આજે કમલમમાં બેઠક યોજાઈ હતી. સી આર પાટીલની અધ્યક્ષતા હેઠળ મળેલી આ બેઠકમાં આંબેડકર જયંતી અંતર્ગત વિવિધ કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેને લઈને અનુસૂચિત મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્યાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, આજે ગુજરાતના કમલમ ખાતે કાર્યશાળાનું યોજાઇ હતી. ભાજપ એક માત્ર પક્ષ છે જે આંબેડકર જયંતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજે છે. 13 તારીખે આંબેડકર પ્રતિમા સ્વચ્છતા અભિયાન યોજશે અને દેશભરમાં આ કાર્યક્રમ સંપન્ન થવાનો છે. સંવિધાન પ્રસ્તાવના વાંચન કાર્યક્રમ સમગ્ર દેશમાં આંબેડકર જયંતિ દિવસે થશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આંબેડકરનું અપમાન કોણે કર્યું તે વિષય સાથે ગ્રાઉન્ડ પર જવના છીએ. આંબેડકર સ્વપ્ન ભારત સહિતના વિષયો સાથે ગ્રાઉન્ડમાં જશે. દેશભરના 1039 જિલ્લામાં કાર્યક્રમો યોજશે. તમામ જિલ્લા 2 કાર્યકર ગ્રાઉન્ડમાં જશે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ જુઠા છે, જૂઠું બોલવાની ફેક્ટરી છે. કોગ્રેસ અને રાહુલ દલિત અને ગરીબની વાતો જ કરે છે. દલિત વિરોધી કોંગ્રેસનો ચેહરો સામે આવે તે માટે થઈને કામ કરીશું. કોંગ્રેસ નાટક કરે છે ગુજરાતમાં અધિવેશન કરે છે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈને સન્માન નથી કરતી.
ભાજપના આગેવાનો વકફ અને UCC કાયદા અંગે લોકો વચ્ચે જઈ વાત કરશે
આ કોંગ્રેસ પાર્ટી નથી કે પાંચ લોકો બેસીને અધ્યક્ષ નક્કી કરે. આવનારા સમયમાં અધ્યક્ષની જાહેરાત કરવામાં આવશે. આ બીજેપી છે બધા લોકોને સાથે લઈને ચાલે છે. બીજેપીની કમલમ કાર્યાલય ખાતે કાર્યશાળા યોજાઈ છે જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને રાષ્ટ્રીય SC મોરચાના અધ્યક્ષ લાલ સિંહ આર્યની ઉપસ્થિતિમાં બેઠક ચાલી રહી છે. કાર્યશાળામાં અલગ અલગ સેશન અંતર્ગત અપેક્ષિત કાર્યકર્તા, નેતાઓને માર્ગદર્શન અપાયું હતું.
આગામી દિવસોમાં વિવિધ મુદ્દે બીજેપી લોકો વચ્ચે જશે. સુધારેલા વકફ કાયદા અંગે લોકોને બીજેપીના આગેવાનો સમજ આપશે. UCC મુદ્દે પણ બીજેપી લોકો વચ્ચે જઈ વાત કરશે. વન નેશન, વન ઇલેક્શનના કાયદા સમજાવવા બીજેપીના નેતાઓ અને હોદ્દેદારો લોકો વચ્ચે જશે. બાબા સાહેબ આંબેડકર સમ્માન અભિયાન અંતર્ગત 14થી 24 એપ્રિલ દરમિયાન બીજેપીના નેતાઓ લોકો વચ્ચે જશે.