
Ahmedabad News: અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં વકફની મિલકતમાં રહેતા ભાડુઆતો પાસેથી ભાડુ ઉઘરાવવાનો મામલો સામે આવ્યો છે. AMC અને વકફબોર્ડ સાથે છેતરપિંડીને લઇને ફરીયાદ નોંધવામાં આવી છે. ટ્રસ્ટી ન હોવા છતાં વકફબોર્ડની મિલકતમાં રહેતા ભાડુઆતો પાસેથી ભાડુ વસુલતા હતા.
સલીમખાને વકફ બોર્ડમાં ખોટુ સોગંધનામું આપ્યું હોવાનો પણ આરોપ
આ સમગ્ર મામલે સલીમખાન પઠાણ, મહમદ યાસર શેખ, મેહમુદખાન પઠાણ, ફેઝ મોહમદ ચોબદાર, સાહીદ શેખ વિરુદ્ધ ફરીયાદ નોંધાઇ છે. કાચની મસ્જીદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હોવાનો દાવો કરતા હતા. સલીમખાને વકફ બોર્ડમાં ખોટુ સોગંધનામું આપ્યું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા AMCને શાળા બનાવવા આપેલ જમીનમાં દુકાનો બનાવી હતી. દુકાનોના ગેરકાયદે ભાડું ઉધરાવવામાં આવતું.
જગ્યાના ટ્રસ્ટી તરીકે ન હોવા છતાં મિલકતમાં 100 મકાનો બનાવ્યા
વકફ બોર્ડના કાયદાના દુરુપયોગ અંગે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. કાંચની મસ્જિદ વિસ્તારમાં આવેલ 5 હજાર ચોરસ મીટર જગ્યા છે. જે જગ્યાના ટ્રસ્ટી તરીકે ન હોવા છતાં મિલકતમાં 100 મકાનો બનાવ્યા હતા. જેનું ભાડું ઉઘરાવી તે રૂપિયાનો ઉપયોગ અંગત કામમાં કરવામાં આવતો હતો. બંને ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાં રકમ જમા કરાવી ન હતી.
ગુનો દાખલ કરીને તમામ આરોપીની ધરપકડ થઈ
ઉર્દૂ શાળા સ્કૂલમાં ભૂકંપ વખતે નુકસાન થયું હતું. જે સમયે સ્કૂલ ચાલી શકે તેમ નથી તેવું જણાવી AMC સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો. જે સ્કૂલને રિનોવેશન કરી પરત આપવાનું કહ્યું હતું. જે જગ્યામાં 10 દુકાનો બનાવી 2.25 લાખ કિંમત અને 10 હજાર એક દુકાનનું ભાડું પોતે મેળવ્યું હતું. 2005થી આ કામ શરૂ થયું અને 2008થી પહોંચ મળી છે. અંદાજિત 100 કરોડની આસપાસની આ મિલકત છે. દુકાનનું ભાડું 10 હજાર, મકાનનું ભાડું 333થી લઈને 6 હજાર રૂપિયા સુધીમાં મેળવ્યું છે. અરજીઓ થયા બાદ AMC અને વકફ બોર્ડ બંનેના અભિપ્રાય લેવામાં આવ્યા અને ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગાયકવાડ હવેલી પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે.