અમદાવાદના લૉ ગાર્ડન ખાતે મહાનગર પાલિકાએ રિડેવલપમેન્ટ કરીને હેપ્પી સ્ટ્રીટ તૈયાર કરવામાં આવ્યું હતું. જ્યાં વિવિધ સ્ટોલ ધારકો દ્વારા ખાણીપીણીનું બજાર ચાલતું હતું. જ્યારે અમુક સમય બાદ AMCએ અહીં ફૂડ સ્ટ્રીટ બંધ કરીને પે એન્ડ પાર્કિંગ બનાવી દીધું હતું. જેને લઈને સ્ટોલ ધારકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ્યારે હવે AMC દ્વારા લૉ ગાર્ડન ખાતે ફરીથી હેપ્પી સ્ટ્રીટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે અગાઉના 36 સ્ટોલ ધારકો ઉપરાંત અન્યોને ટેન્ડર મુજબ સ્ટોલની ફાળવણી કરવામાં આવશે.

