Ahmedabad News: છેલ્લા ઘણા સમયથી ઠેક ઠેકાણેથી ખાણીપીણીની ચીજવસ્તુઓમાં જીવજંતુ નિકળવાની ઘટના સામે આવી રહી છે એવામાં અમદાવાદ શહેરમાં એક પીઝા રેસ્ટોરેન્ટની વાનગીમાંથી વંદો દેખાયો હોવાની માહિતી મળી રહી છે. જાગૃત ગ્રાહક દ્વારા આ મામલે વીડિયો ઉતારી વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારે રેસ્ટોરેન્ટનું કિચેન જોતા ત્યાં પણ ખુબ જ ગંદકી જોવા મળી હતી. સમગ્ર મામલે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરના સી જી રોડ પર આવેલ ઓકટેન પીઝામાં લોકોના આરોગ્ય સાથે ચેડા થવાનો મામલો સામે આવ્યો છે. ઓક્ટેન પીઝા રેસ્ટોરેન્ટમાં અનલિમિટેલ મેનુ માટે રખાયેલા ગુલાબ જાંબુમાંથી વંદો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ રેસ્ટોરન્ટમાં ગંદકી જોવા મળી હતી. જાગૃત નાગરિક દ્વારા વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. અનહાઈજેનિક ફૂડ અને વંદો નીકળવા બાબતે એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. એએમસીના આરોગ્ય વિભાગે સીજી રોડ ખાતે ઓકટેન પીઝાને સીલ માર્યું છે.