Home / World : 'China betrayed', Trump flared up again after the deal, trade war will start again!

'ચીને દગો આપ્યો', ડીલ થયા પછી ફરી ભડક્યા ટ્રમ્પ, ફરી શરૂ થશે ટ્રેડ વોર!

'ચીને દગો આપ્યો', ડીલ થયા પછી ફરી ભડક્યા ટ્રમ્પ, ફરી શરૂ થશે ટ્રેડ વોર!

Donald Trump On China for Tariff : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (30 મે) ચીન સાથે વેપાર તણાવને ફરીથી વેગ આપ્યો છે. જ્યારે ડીલ થયા પછી ટ્રમ્પ ભડક્યા છે, ત્યારે તેમણે દાવો કર્યો છે કે, બિજિંગે તાજેતરમાં થયેલા વેપાર કરારોનું સંપૂર્ણપણ ઉલ્લંઘન કર્યું છે. અમેરિકી ટ્રેજરી સચિવ સ્કોટ બેસેન્ટના ઈન્ટરવ્યૂ બાદ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું હતું. સ્કોટે કહ્યું હતું કે, 'ચીન સાથેની વેપાર સંબંધિત ચર્ચા કેટલાક અંશે રોકાયેલી છે. આ મહિનાની શરૂઆતમાં અમેરિકા અને ચીને જીનેવામાં ઉચ્ચ અધિકારીઓ સાથેની વાતચીત બાદ 90 દિવસ માટે લગાયેલા ટેરિફને અસ્થાયી રીતે ઓછો કરવા સહમતિ દાખવી હતી. આ કરાર બાદ અમેરિકાએ ચીની આયાત પર ટેરિફને 145 ટકા ઘટાડીને 30 ટકા અને ચીને અમેરિકી સામાનો પર 125 ટકાથી 10 ટકા ટેરિફ કરવાનો નિર્ણય કર્યો હતો.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શું આ ટ્રમ્પની નવી રણનીતિ છે?
અમેરિકા અને ચીન વચ્ચે થયેલો આ કરાર વ્યાપાર અને સપ્લાઈ ચેઈન પરના દબાણને ઓછું કરવાનો હતો. જોકે, ટ્રમ્પને કોઈ ઠોસ કારણે રજૂ કર્યા વગર દાવો કર્યો કે, ચીને બંને વચ્ચે થયેલા કરારનું ઉલ્લંઘન કર્યું છે. આ મામલે નિષ્ણાતોનું માનવું છે કે, આ પ્રકારનું નિવેદન ઊંચા ટેરિફની ધમકી આપીને વાટાઘાટો પર દબાણ લાવવાની ટ્રમ્પની રણનીતિ હોય શકે છે. ટ્રમ્પનું આ પગલું તેમના સ્થાનિક સમર્થકોને બતાવવાનો પ્રયાસ છે કે તેઓ ચીન સામે કડક વલણ જાળવી રાખશે.

ચીને કોઈ જવાબ આપ્યો નથી
સ્કોટ બેસેન્ટે જણાવ્યું હતું કે, ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે સીધી વાતચીત વાટાઘાટોને ઝડપી બનાવી શકે છે. ચીને હજુ સુધી ટ્રમ્પના દાવા પર સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ બિજિંગે અગાઉ કહ્યું હતું કે, તે વેપાર યુદ્ધ ઇચ્છતો નથી પરંતુ તેના હિતોનું રક્ષણ કરવા માટે જવાબી કાર્યવાહી કરશે. આ તણાવ વૈશ્વિક અર્થતંત્ર માટે જોખમ ઊભું કરી રહ્યું છે. આનું કારણ એ છે કે, 2024 માં બંને દેશો વચ્ચેના વેપારને કારણે 295.4 બિલિયન ડોલરની વેપાર નુકસાનીનું કારણ રહ્યું હતું. 

 

Related News

Icon