સહકારીતા મંત્રાલયને 4 વર્ષ પૂર્ણ થતાં અને સરદાર પટેલની 150મી જયંતિ વર્ષની ઉજવણી આણંદ અમુલમાં કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને દેશના પ્રથમ સહકારીતા મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આણંદ અમુલ ડેરી ખાતે કાર્યકમનું ભવ્ય આયanandજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી હતી. કાર્યક્રમમાં NDDB દ્વારા પ્રયોજિત ત્રણ પરિયોજનાને અમિત શાહ ખુલ્લી મુકી છે. અમુલ ડેરીની બે નવી પરિયોજનાને પણ ખુલ્લી મુકી છે. ગુજરાત રાજ્ય બહારથી દૂધ ના એકત્રીકરણ માટે નવા સહકારી ફેડરેશન સરદાર પટેલ સહકારી ડેરી ફેડરેશન લિમિટેડનું પણ ઉદ્ઘાટન કર્યું છે. સરદાર પટેલ સહકારી ડેરી ફેડરેશન લિમિટેડ દેશમાં બહુરાજ્ય સહકારી સમિતિ છે જે અન્ય રાજ્યો માંથી દૂધ સંપાદન માટે કાર્ય કરશે