
Ahmedabad news: આતંકવાદી વિરુદ્ધ હાથ ધરાયેલા ઑપરેશન સિંદૂર બાદ સરહદ પર સ્થિતિ શાંત થતા હવે સરકાર અને સંગઠનમાં ફેરબદલનો ગણગણાટ શરુ થયો છે. જેના પગલે અમરેલી ભાજપના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં અમરેલી ભાજપના નેતાઓએ મોવડી મંડળ સાથે મુલાકાત કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, સરહદે શાંતિ થયા બાદ રાજ્ય સરકારની સંગઠનમાં પરિવર્તન થવાની તૈયારીઓ શરૂ થઈ છે. જના ભાગરૂપે આજે અમરેલી ભાજપના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ દિલ્હીમાં ટોચના મોવડી મંડળ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન ધારાસભ્ય કૌશિક વેકરિયા, મહેશ કસવાલા. જે.વી. કાકડિયા, હીરા સોલંકી અને સાંસદ ભરત સુતરિયા દિલ્હી પહોંચ્યા હતા. ત્યાં મુલાકાત બાદ સંગઠનમાં ફેરફાર અને બીજા અગત્યાના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.