Amreli News: અમરેલીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલીમાં બાબરાના સમઢીયાળા ગામે ખાનગી કંપનીની પવનચક્કી તુટી ગઈ હતી અને તે વીજલાઈન પર પડતા ભયાનક આગ લાગી છે. પવનચક્કી તુટી જતાં અડધો ભાગ બાજુમાં નીકળતી 66 કેવી વીજલાઇન પર પડતા ભયાનક લાગી આગ છે. બે કિલોમીટર દુર સુધી આગ દેખાય રહી છે.
અમરેલી જિલ્લામાં સમઢીયાળા નીલવડાની વચ્ચે આ પવનચક્કી ઉભી કરવામાં હતી. કેમ અને ક્યા કારણોસર પવનચક્કી તુટી ગઈ તેનું કારણ તપાસ દરમિયાન સામે આવશે. આ પવનચક્કીની બાજુમાં પસાર થતી અનેક વીજલાઇનો થઈ બંધ તો સીમ વિસ્તારમાં અંધારપટ છવાયો છે. પવનચક્કી તુટી હોવાના સમાચાર ગામ લોકોને મળતા મોટી સંખ્યામાં ત્રણ ગામનાં લોકો જોવા ઉમટયા હતા. અગાઉ પણ આ પંથકના ખાખરીયા ગામે ટ્રાય દરમિયાન પવનચક્કી તુટી હતી અને કરોડોનું નુકસાન થયું હતુ.