Amreli news: અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા તાલુકાના થોરડીની સીમમાં એક પરપ્રાંતીય 5 વર્ષનાં બાળકને પરિવાર વચ્ચેથી ઉપાડી જઈને ઝાડી-ઝાંખરામાં લઈને જઈને ફાડી ખાતા ચકચાર મચી છે. સિંહે બાળકોને શિકાર કર્યા બાદ વન વિભાગની ટીમને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. શેત્રુંજી ડિવીઝન અને ગીર પૂર્વ ડિવીઝન દ્વારા અલગ-અલગ ટીમો બનાવી મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જો કે પીડિત બાળકના પરિવારમાં શોકનો માહોલ છે.

