Accident on Somnath Nation Hiway: અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત રાજુલા-જાફરાબાદ રૂટની એસ.ટી. બસ, કાર અને બાઇક વચ્ચે સર્જાયો છે. જેમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલા સહિત આસપાસમાંથી લોકોનું ટોળું દોડી આવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઈજાગ્રસ્તોને મૃતકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.

