Home / Gujarat : An incident tarnishing the image of the police

પોલીસની છબીને કલંકિલ કરતી ઘટના: સગીરા સાથે પોલીસકર્મીએ આચર્યું દુષ્કર્મ, ફરિયાદ થતાં આરોપી ફરાર

પોલીસની છબીને કલંકિલ કરતી ઘટના: સગીરા સાથે પોલીસકર્મીએ આચર્યું દુષ્કર્મ, ફરિયાદ થતાં આરોપી ફરાર

Amreli News: ગુજરાત પોલીસની છબીને કલંકિત કરતી એક અત્યંત શરમજનક અને ઘૃણાસ્પદ ઘટના અમરેલી જિલ્લામાં સામે આવી છે. બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પ્રાપ્ત માહિતી અનુસાર, રવિરાજસિંહ ચૌહાણ નામનો આ પોલીસકર્મી છેલ્લા ચાર મહિનાથી સગીરા સાથે શારીરિક અડપલાં કરી રહ્યો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. આ સગીરાના પિતાની ફરિયાદના આધારે, નરાધમ પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં અપહરણ, પોક્સો (POCSO) અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે.

ઘટના બહાર આવતા જ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ગુનો નોંધાયા બાદથી આરોપી પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ ફરાર છે. પોલીસે ખાખી વર્દીને કલંકિત કરનાર આ નરાધમ પોલીસકર્મીને ઝડપી પાડવા માટે સઘન કવાયત હાથ ધરી છે. આ ઘટનાએ કાયદાના રક્ષકો પર જ ગંભીર સવાલો ઉભા કર્યા છે અને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Related News

Icon