
Amreli news: અમરેલીના ધારી પોલીસ સ્ટેશનની ઈમારત પરથી આજે એક વ્યકિતએ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. જેથી પોલીસ તંત્ર અને આસપાસના લોકોમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. બનાવ અંગે ગંભીર ઈજાગ્રસ્ત વ્યકિતને પીસીઆર વાનમાં જ ધારીની સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમ્યાન વ્યકિતનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ વ્યકિતએ કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે પણ લોકોમાં ચર્ચા જાગી હતી. પોલીસે પણ તેની રીતે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લામાં આવેલા ધારી ટાઉનના હિમખિમડી પરા વિસ્તારના રહેવાસી મગન પ્રેમજી થળેસા નામના પુરુષે ધારી પોલીસ સ્ટેશન પરથી છલાંગ આપઘાત કરી મોતને વ્હાલું કર્યું હતું. મૃતકના માથાના ભાગે ગંભીર ઈજા થતા તાબડતોબ પીસીઆર વાનમાં સારવાર માટે ધારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ જો કે, ચાલુ સારવાર દરમ્યાન મોત થયું હતું. જેથી ધારી પોલીસ સ્ટેશનની છત પર ચઢીને આપઘાતનું કારણ જાણવા પોલીસે કવાયત હાથ ધરી છે. સમગ્ર ઘટના અંગે પરિવારજનોના નિવેદન લીધા બાદ સાચું કારણ બહાર આવશે