
Amreli News: અમરેલી- બાબરા પોલીસ કર્મચારી બાદ વધુ એક પોલીસ કર્મચારી સામે બળાત્કારની ફરીયાદથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાત પોલીસને શર્મશાર કરતી વધુ એક પોલીસ કર્મચારી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ થયાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી પ્રમાણે, મહેશ સોલંકી નામના પોલીસ કર્મચારીએ લગ્નની લાલચ આપી અવાર નવાર શરીરી સબંધ બાંધતો હતો. બળજબરીપૂર્વક શરીર સબંધ બાંધતો હોવાની પોલીસ કર્મચારી મહેશ સોલંકી સામે બળાત્કારનો ગુનો નોંધાયો છે. મહેશ સોલંકી હેડક્વાટરમાં ફરજ બજાવે છે. બાબરા ફરજ બજાવતા પોલીસ કર્મચારી રવિરાજ સિંહ ચૌહાણ અને અમરેલી પોલીસ કર્મચારી મહેશ સોલંકી બંને આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.