Home / Gujarat / Amreli : LCB arrests two members of bike stealing gang, seizes 20 stolen bikes

Amreli: બાઈકની ચોરી કરતી ગેંગના બે સભ્યોની LCB એ કરી ધરપકડ, ચોરીના 20 બાઈક કર્યા કબજે

Amreli: બાઈકની ચોરી કરતી ગેંગના બે સભ્યોની LCB એ કરી ધરપકડ, ચોરીના 20 બાઈક કર્યા કબજે

અમરેલીમાં બાઇક ચોરી કરી તરખાટ મચાવતી ગેંગના બે સભ્યોને ચોરીના કુલ ૨૪ બાઇક મુદ્દામાલ સાથે LCBએ પકડી પાડયા હતા. જેની સાથે જ અમરેલી LCBની ટીમે વાહન ચોરીના કુલ ૨૫ અનડીટેકટ ગુનાઓને ડીટેકટ કર્યા હતા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

LCBએ બાતમીને આધારે ઈસમોને ઝડપ્યા

LCBની ટીમ જ્યારે દામનગર વિસ્તારમાં પેટ્રોલીંગ કરતી હતી તે દરમ્યાન તેમને બાતમી મળી હતી. જેને આધારે બે શંકાસ્પદ ઇસમોને બાઇક સાથે પકડી પાડી સઘન પુછ પરછ કરતા દામનગર, ગારીયાધાર, સુરત, પાલીતાણા વિસ્તારમાંથી મોટર સાયકલોની ચોરી કરેલ હોવાની કબુલાત તેમણે કરી હતી. સાથે બન્ને ઇસમો પાસેથી ચોરીના બાઇક કબ્જે કરવામાં આવ્યા હતા. તેમજ સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ત્રણ ઇસમો ચોરીના બાઇક સંતાડીને રાખેલ જે અંગે રેઇડ દરમ્યાન ત્રણ ઇસમોને કુલ - ૨૦ ચોરીના બાઇક સાથે પકડી પડાયા હતા. 

ઈસમોની પૂછપરછ કરી 25 ગુનાઓ ડીટેક્ટ કર્યા

ઇસમોની સઘન પુછ પરછ કરતા સાવરકુંડલા, મહુવા, તળાજા, અલંગ, બગદાણા વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેને આધારે ત્રણેય ઇસમો પાસેથી ચોરીના બાઇકો કબ્જે કરી, દામનગર તથા સાવરકુંડલા વિસ્તારમાંથી ચોરીના બાઇક સાથે પકડાયેલ ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ચોરીના મોટર સાયકલ અંગે દામનગર-૧, ગારીયાધાર-૧, ઉત્રાણ(સુરત)-૧, પાલીતાણા-૧, સાવરકુંડલા ટાઉન-૫, સાવરકુંડલા રૂરલ-૧, મહુવા ટાઉન-૭, મહુવા રૂરલ-૪, તળાજા-૧, અલંગ-૧, બગદાણા-૨ પોલીસ સ્ટેશનમાં રજી. થયેલ કુલ - ૨૫ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળી હતી.

મોટરસાઇકલની નંબર પ્લેટ કાઢી વેચાણ માટે ભેગી કરતાં

પકડાયેલ ઇસમો પૈકી આરોપી ભાવેશ ઉર્ફે જોખમ ભરતભાઈ ચુડાસમા તથા જગદીશ ઉર્ફે બજેડી પ્રવિણભાઇ વાઘેલા રહે.બન્ને જેસર વાળાઓ અગાઉ પણ મોટર સાયકલ ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ છે. આ આરોપીઓઓ જાહેર જગ્યા, મોટર સાયકલ પાર્કિંગ થયેલ હોય તેવી જગ્યા અથવા કોઈ પણ રોડ/રસ્તા ઉપર પાર્કિંગ કરેલ હોય તેવી મોટર સાયકલોને નિશાન બનાવતા હતા. સાથે જે મોટર સાયકલમાં હેન્ડલ લોક મારેલ ન હોય તેવા મોટર સાયકલોને પોતાની પાસે રહેલ ડુબલીકેટ ચાવીઓ વડે શરૂ કરી ચોરી કરતા અને તેની નંબર પ્લેટ કાઢી નાખી વેચાણ કરવા માટે ભેગી કરતા હતા.

Related News

Icon