Home / Gujarat / Amreli : 6 accused arrested in case of murder of youth in Juni Barpatoli village

AMRELI : રાજુલાના જુની બારપટોળી ગામ નજીક યુવકની હત્યા કરનારા 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યાં

AMRELI : રાજુલાના જુની બારપટોળી ગામ નજીક યુવકની હત્યા કરનારા 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યાં

Amreli News : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના જુની બારપટોળી ગામ નજીક પ્રેમ પ્રકરણમાં પ્રેમીના મિત્ર એવા નિર્દોષ યુવકની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકેસમાં રાજુલા પોલીસે 6 હત્યારાઓને ઝડપી પાડ્યાં છે, જયારે એક આરોપી હજી પણ ફરાર છે. 

શું બની હતી ઘટના? 

અમરેલી- રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામ નજીક જામકા ગામના નાગભાઇ વણઝર નામનો યુવક તેની પ્રેમિકા મળવા માટે ગયો હતો. આ સમયે મોટરસાયકલ પર તેનો મિત્ર મનુભાઈ  મકવાણા તેની સાથે હતો. આ દરમિયાન યુવતીના સંબંધીઓએ અગાઉથી કાવતરું રચીને ગેરકાયદેસર મંડળી રચી બંનેને માર માર્યો હતો. 

યુવતીનો પ્રેમી નાગભાઇ વણઝર ઘટનાસ્થળેથી નાસી જવામાં સફળ થયો હતો, જયારે તેના મિત્ર મનુભાઈ મકવાણાને યુવતીના સંબંધીઓએ જીવલેણ માર માર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મનુભાઈ ભોપાભાઈ મકવાણાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.