
Amul: વર્ષ-2016માં મોદી સરકારે ખેડૂતોની આવક 2022માં બમણી કરવાનુ વચન આપ્યુ તેમ 20219ના બજેટમાં પશુપાલકોની આવક 2025માં બમણી કરવાનુ વચન આપ્યુ હતુ. બંને વચનો જુમલા અને ખેડૂતોની મશ્કરી બરાબર સાબિત થયા.
ભાજપા સરકારમા ખેતી મરણ પથારીએ ઉભી છે, એ ભાજપા સરકારનુ લક્ષ મુજબનુ પરિણામ છે, ખેતીને અને ખેડૂતને સઘન અને સધ્ધર બનાવવાનો ઇરાદો હોય તો સરકાર ખેડૂત સાથે વેપારી ધોરણે નહી અન્નદાતા સમજીને વહેવાર કર્યો હોત.પશુપાલકોના ભોગે કોર્પોરેટને ગોદમાં બેસાડીને ભાજપા સરકાર સ્વ. ત્રિભુવનદાસભાઇ પટેલના સપનાને ચકનાચૂર કરી રહી છે.
ઉદાહરણ : તા.30.૦4.2025 રોજ અમૂલે એક લિટરે 2 રૂપિયાનો વધારો ઝીક્યો…. એટલે કે 60 લિટરે 120/- રૂપિયાનો વધારો કર્યો..જયારે અમૂલે ખેડૂતોને 1 kg ફેટમા 25/- રૂપિયાનો વધારો કર્યો,એટલે કે ખેડૂતોને 1 લિટરે દૂધે માત્ર 42 પૈસાનો વધારો કર્યો..(60 લિટર ભેંસના દૂધમાંથી 1 kg ફેટ મળે છે)
એટલે કે, ✔️અમૂલ ગ્રાહકોને 60 લિટર દૂધ વેચે તો અમૂલને 120/- ₹ મળે.અને ✔️ખેડૂત અમૂલને 60 લિટર દૂધ વેચે તો ખેડૂતોને 25/- ₹ મળે.
આને કહેવાય ખેડૂતનો વેપાર કરતી સરકાર એટલે કહુ છું ખેડૂત વિરોધી ભાજપા સરકાર.ભાજપા સરકાર અને ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન લિ.ને અમારી આગ્રહભરી વિનતી છે કે આમ જનતાને વેચાતા દૂધના ભાવમાં કરેલ ભાવ વધારો અને ખેડૂતોને ચૂકવવામાં આવતા ફેટના ભાવમાં કરેલ ભાવ વધારામા પાંચ ગણો તફાવત જોવા મળે છે, જે પશુપાલકોના વ્યવસાય ઉપર ગંભીર અસર કરનારો છે, માટે ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન લિ. જે ભાવ વસૂલે છે તે મુજબ પશુપાલકોને પણ ફેટના ભાવ ચૂકવવામાં આવે.