Home / Gujarat / Anand : Dead lizard found in New Maya Hotel food

Anand તારાપુરમાં ન્યુ માયા હોટલના ભોજનમાં નીકળી મૃત ગરોળી, તંત્રએ માર્યું સીલ

Anand તારાપુરમાં ન્યુ માયા હોટલના ભોજનમાં નીકળી મૃત ગરોળી, તંત્રએ માર્યું સીલ

Anand News: ગુજરાતમાંથી ઠેક ઠેકાણેથી અવારનવાર ખાવા પીવાની ચીજવસ્તુઓમાંથી જીવાત નિકળવાની ઘટનાઓ સામે આવે છે. એવામાં આણંદમાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે. આણંદ જિલ્લામાં તારાપુર ચોકડી નજીક ન્યૂ માયા હોટલની વાનગીમાં ગરોળી નિકળવાનું સામે આવતાં આખરે હોટલને સીલ કરાઇ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી પ્રમાણે, એસ ટી ડ્રાઇવરના જમવાની થાળીમાં મરેલી ગરોડી મળી આવી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. આ મામલે તારાપુર નગરપાલિકાની કાર્યવાહી સામે આવી છે. એસ ટી વિભાગ દ્વારા પણ તારાપુર ઇસરવાડા હાઈવે પરની ન્યૂ માયા હોટલનો પરવાનો તાત્કાલિક અસરથી કાયમી ધોરણે રદ્દ કર્યો છે. આજે બપોરે તારાપુર નગરપાલિકાના ચીફ ઓફિસર પોલીસ બંદોબસ્ત સાથે ન્યૂ માયા હોટલ પર પહોંચ્યા હતા. હોટલના રસોડાની તપાસ કરતાં જોવા મળ્યું કે રસોડામાં ભયંકર ગંદકી વ્યાપી છે. જેને પગલે સમગ્ર હોટલની તપાસ કરી હોટલને સીલ કરવામાં આવી છે.

Related News

Icon