Home / Gujarat / Bharuch : Ankleshwar news: Massive fire breaks out in private company in Panoli GIDC, Ankleshwar, help of 5 firefighters sought

Ankleshwar news: અંકલેશ્વરની પાનોલી GIDCમાં ખાનગી કંપનીમાં ભીષણ આગ, 5 ફાયર ફાયટરની મદદ લેવાઈ

Ankleshwar news: અંકલેશ્વરની પાનોલી GIDCમાં ખાનગી કંપનીમાં ભીષણ આગ, 5 ફાયર ફાયટરની મદદ લેવાઈ

Ankleshwar news: અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી સ્ટરલાઈટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ઝપટમાં આવી ગયો હતો 5 જેટલા ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી વિગતો અનુસાર, ભરૂચ જિલ્લામાં આવેલા અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સ્ટરલાઈટ ઓર્ગેનિક કંપનીમાં મોડીરાત્રે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ઝપટમાં આવી ગયો હતો. કામદારોએ સમયસૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા.

આ અંગેની જાણ થતા જ  પાનોલી ફાયર વિભાગ અને અંકલેશ્વર ડીપીએમસીના 5 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.તો બીજી તરફ અંકલેશ્વર મામલતદાર, જીઆઇડીસી પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. લગભગ 2 થી 3 કલાકની જહેમત બાદ 5 ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Related News

Icon