
Ankleshwar News:ભરુચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામના રામજી મંદિરની પાછળ આવેલા તળાવમાં આમળાખાડીનું દુષિત પાણી ભળતા જળચર પ્રાણીઓના મોત નિપજ્યા છે. જેને પગલે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાઈ જવા પામ્યો છે.
અંકલેશ્વર ના જુનાદિવા ગામે તળાવમાં ભારે વરસાદના કારણે આમલાખાડીનું પ્રદુષિત પાણી ભળી ગયું હતું. જેથી અસંખ્ય માછલાઓ સહીત અન્ય જળચર પ્રાણીઓના મોત નિપજ્યા હતા. આ અંગેની જાણ થતા સરપંચ અજીમા માંજરા સહીત ગ્રામજનો તળાવ ઉપર દોડી આવ્યા હતા. આ સાથે જ પ્રદુષિત પાણી ગામના ખેતરોમાં પણ ફરી વળતા શાકભાજી સહીતના પાકને નુકશાન થયું છે. જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. સાથે તળાવમાં જળચર પ્રાણીઓના મોતને પગલે રોગચારો ફેલાય તેવી ભીતિ સર્જાઈ રહી છે ત્યારે આ અંગે જીપીસીબીને જાણ કરવામાં આવી છે.