રાજ્યભરમાં આજે બે ભયાનક માર્ગ અકસ્માતની દુ્ર્ઘટના સામે આવી હતી.મળતા અહેવાલ પ્રમાણે કડી હાઈવે પર અને અંકલેશ્વર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. બન્ને અકસ્માતમાં બે લોકોમા મોત નિપજ્યા છે.
કડી તાલુકામાં મિની ટ્રક, જીપ અને કાર વચ્ચે ટક્કર
મહેસાણાના કડી તાલુકામાં ઉમાનગર પાસે નંદાસણ બ્રિજના છેડે થયેલા ત્રિપલ અકસ્માત સર્જાયો..જેમાં મિની ટ્રક, જીપ અને કાર વચ્ચે ટક્કર થઈ, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા.
કારનો કચ્ચરઘાણ વળી ગયો
અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી, ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગંભીર અકસ્માતમાં કારનો તો કચ્ચરઘાણ વળી ગયો હતો.
અંકલેશ્વર હાઈવે પર અકસ્માત
રાજ્યભરમાં સતત વધી રહેલા અકસ્માતો વચ્ચે વધુ એક અકસ્માત અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર સર્જાયો છે. નેશનલ હાઇવે પર આમલાખાડી ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર બાઇક સવારને ટક્કર મારતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસસરની કાર્યવાહી હાથ ધરી હતી.