
રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ શહેરો અને ગ્રામ્યમાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ, અડ્ડાઓ બધું જ જમીનદોસ્ત કરવાની ઝૂંબેશ પોલીસ તંત્ર ચલાવી રહ્યું છે. આ દરમ્યાન કચ્છ જિલ્લામાં ગેરકાયદે દબાણો અને અસામાજિક તત્વોએ પચાવી પાડેલી જમીનો હટાવી રહ્યું છે. રાપરના આડેસરમાં કુખ્યાત એવા હારુન ઐયુબ હિંગોરજાનું ગેરકાયદે બાંધકામ તંત્રએ તોડીને જમીન ખાલી કરાવી હતી. માથાભારે શખ્સ એવા હારુન ઐયુબ હિંગોરજા સામે ખનીજ ચોરી, આરએફઓ પર ખૂની હુમલો, હત્યા અને બીજા સંખ્યા બંધ ગુના નોંધાયેલા છે. જેથી પોલીસ તંત્રએ વહીવટીતંત્રને સાથે રાખી આ માથાભારે અને કુખ્યાત એવા હારુન ઐયુબ હિંગોરજાનું સરકારી જમીન પર બનાવેલું બાંધકામ તોડી પાડયું હતું.
કચ્છ જિલ્લામાં રાપરના આડેસરમાં તંત્ર દ્વારા સરકારી જમીન પરના આડેધડ બાંધેલા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આ ક્રમમાં કુખ્યાત અને માથાભારે હારુન ઐયુબ હિંગોરજાનું સરકારી જમીન ઉપર ગેરકાયદે આલીશાન હોટલ અને રહેણાક મકાન બનાવી સરકારને પડકાર ફેંક્યો હતો. જેથી આજે શનિવાર સવારથી જ આડેસર પોલીસ સાથે વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું. હારુન ઐયુબ હિંગોરજા સામે હત્યા, હુમલો, ખનીજ ચોરી સહિતના અનેક ગુનાનો પોલીસ ચોપડે નોંધાયેલા છે. જેથી પોલીસ તંત્રએ તેની સ્ટાઈલમાં આકરા પાણીએ કાર્યવાહી હાથ ધરી હતી.