
- દંતકથા ક્યારેય અટકતી નથી અને ક્યારેય નિવૃત્ત થતાં નથી. પ્યાર સે હમ ઉન્હે આઈ કહેતે હૈ લેકિન યે સબ કી આઈ હૈ. લાસ્ટ ઓફ ધ લેજન્ડસ.
દંતકથા રૂપ કલાકારોએ નિવૃત્તિ લેવી જોઈએ? આ અત્યંત રોચક પ્રશ્ન છે, પણ જીવનભર અથાક મહેનત કરી કંઈકને કંઈક સિધ્ધિ મેળવીને દંતકથા કલાકાર બનનારી આગવી પ્રતિભાનું જીવન જ અનોખું હોય છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર અભિનેતા સુધાંશુ પાંડેએ આ સંદર્ભમાં પોતાના વિચાર શેર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે શા માટે દંતકથા રૂપ ગાયિકા આશા ભોંસલે ક્યારેય નિવૃત્ત નહીં થાય. તેમણે તેની સાથે એક હૃદયસ્પર્શી સંદેશ પણ આપ્યો હતો. સાથે જ દિગ્ગજ ગાયિકા સાથેના તેના ફોટાની શ્રેણી પણ મુકી હતી. પોસ્ટના કેપ્શનમાં 'અનુપમા' ના આ અભિનેતાએ આશાને તેની આઈ તરીકે ઉલ્લેખ કર્યો. સુધાંશુએ લખ્યું, "દંતકથા ક્યારેય અટકતી નથી અને ક્યારેય નિવૃત્ત થતા નથી. પ્રેમથી અમે તેમણે આઈ કહીએ છીએ, પરંતુ તે સૌની માઈ છે. લાસ્ટ ઓફ ધ લેજન્ડસ." સાથે જ આશા ભોંસલે સોફા પર સુંદર રીતે બેઠેલા જોવા મળે છે જ્યારે સુધાંશુ તેમની બાજુમાં ફ્લોર પર બેઠેલો જોવા મળે છે. આશા ભોસલેના હાથમાં તેનો હાથ છે, જે આદર અને પ્રશંસાની સુંદર ક્ષણો શેર કરે છે. આ પોસ્ટ શક્ય છે તેના આગામી મ્યુઝિક વીડિયો સંદર્ભે પણ હોય શકે. જોકે ઘણી વિગતો જાહેર કરવામાં નથી આવી. સુધાંશુએ ફિલ્મોદ્યોગમાં વધતા વ્યાપારીકરણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
સુધાંશુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વાર્તા કહેવામાં સાચા અર્થને નફાની શોધ દ્વારા ઢાંકી દેવામાં આવી રહી છે. 'ખિલાડી 420' ના આ કલાકારે જણાવ્યું હતું કે, "તેમણે ખરેખર કંઈક એવું બનાવવાની જરૂર છે જે ખૂબ જ મૌલિક અને સઘન હોય. આપણે એવા ઉદ્યોગ ભણી જઈ રહ્યા છે જ્યાં દરેક વ્યક્તિ એવી ફિલ્મો બનાવવાનો પ્રયાસ કરી રહી છે જે તેઓ વેચી શકે. ફિલ્મ નિર્માણનો મૂળ વિચાર ખોટો છે."