- અચ્છા દિગ્દર્શક અનુરાગ બાસુની આગામી 'મેટ્રો... ઇન દિનોં'ને લઈને ફાતિમા ખૂબ ઉત્સાહિત છે
અનુરાગ બાસુ, હિન્દી ફિલ્મ જગતનું સન્માનનીય નામ. ચહેરા પર નિર્દોષ - મોહક હાસ્ય. એટલું જ સરસ ફિલ્મ સર્જન. મર્ડર, ગેંગસ્ટર: એ લવ સ્ટોરી, લાઇફ ઇન એ મેટ્રો, બર્ફી વગેરે જેવી મજેદાર ફિલ્મોના એટલા જ મજેદાર દિગ્દર્શક અનુરાગ બાસુ હવે પોતાની નવી ફિલ્મ 'મેટ્રો... ઇન દિનોં' સાથે આવી રહ્યા છે.

