Home / Career : This is difference between Appraisal and Increment

Career Tips / એક જ નથી Appraisal અને Increment, જાણો શું છે બંને વચ્ચેનો તફાવત

Career Tips / એક જ નથી Appraisal અને Increment, જાણો શું છે બંને વચ્ચેનો તફાવત

કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે Appraisal (અપ્રેઝલ) અને Increment (ઈન્ક્રીમેન્ટ) બે મહત્ત્વપૂર્ણ શબ્દો છે, જે તેમના કરિયર ગ્રોથ અને નાણાકીય સ્થિતિને અસર કરે છે. જોકે, ઘણી વખત કર્મચારીઓ આ બે શબ્દોને સમાન માને છે જ્યારે તે વિવિધ પાસાઓ સાથે સંબંધિત છે. Appraisal એ કર્મચારીના પ્રદર્શન અને યોગદાનનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા છે જ્યારે Incrementનો અર્થ પગારમાં વધારો થાય છે. આજે, આ લેખમાં અમે તમને Appraisal અને Increment વચ્ચેનો તફાવત જણાવવા જઈ રહ્યા છીએ અને જાણીશું કે કંપનીઓ તેમના કર્મચારીઓને આ સંબંધિત લાભો કયા આધારે આપે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

Appraisal અને Incrementને સમજો

કોઈપણ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ માટે Appraisal અને Increment બે મહત્ત્વપૂર્ણ પાસા છે. જો તમે તેને યોગ્ય રીતે સમજો છો, તો તમે તમારા કરિયર ગ્રોથ અને નાણાકીય લાભો વિશે સ્પષ્ટતા મેળવી શકો છો.

Appraisal

Appraisal એ એક ઔપચારિક પ્રક્રિયા છે જેમાં કર્મચારીના કામ, સ્કિલ્સ અને યોગદાનનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સામાન્ય રીતે, કંપનીઓ તેને રિપોર્ટ અથવા ફીડબેકના રૂપમાં તૈયાર કરે છે.

Appraisalનો હેતુ

આ પ્રક્રિયાનો ઉદ્દેશ કર્મચારીની સિદ્ધિઓ, નબળાઈઓ અને સુધારાની શક્યતાઓને સમજવાનો છે. આ મેનેજર અને કર્મચારી વચ્ચે ખુલીને વાતચીત કરવાની તક પૂરી પાડે છે, જેથી કામમાં સુધારા અને ભવિષ્યના આયોજન અંગે ચર્ચા કરી શકાય.

Appraisalના પાસાઓ

પરફોર્મન્સ અપ્રેઝલ - આમાં, કર્મચારીના કામની ક્વોલિટી, તેની સ્કિલ્સ અને કંપનીમાં તેના યોગદાનનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

ફીડબેક અને ગ્રોથ - અપ્રેઝલ પ્રોસેસમાં મેનેજર તરફથી ફીડબેકનો સમાવેશ થાય છે, જે કર્મચારીને તેની તાકત અને ઈમ્પ્રુવમેન્ટ એરિયાને સમજવામાં મદદ કરે છે.

ગોલ સેટિંગ - મેનેજરો અને કર્મચારીઓ સાથે મળીને આગામી વર્ષ માટે ગોલ નક્કી કરે છે.

કરિયર ગ્રોથની તકો - અપ્રેઝલના આધારે, કર્મચારીઓને પ્રમોશન, નવી જવાબદારીઓ અથવા ટ્રેનિંગની તક મળી શકે છે.

હંમેશા પગાર વધારા સાથે જોડાયેલ નથી - દરેક અપ્રેઝલ પછી પગાર વધારો થાય તે જરૂરી નથી. તે મુખ્યત્વે પરફોર્મન્સ અને કરિયર ગ્રોથ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

Increment

Increment એટલે કર્મચારીના પગારમાં વધારો, જે સામાન્ય રીતે પરફોર્મન્સ, એક્સપીરિયંસ અને કંપનીની પોલિસીના આધારે કરવામાં આવે છે. તે એક ફાઈનાન્શીયલ રીવોર્ડ છે જે કર્મચારીની કમાણીની ક્ષમતામાં વધારો કરે છે અને હંમેશા સારા પ્રદર્શન અને વફાદારી માટે પ્રોત્સાહન તરીકે કામ કરે છે.

Incrementના પાસાઓ

સીધો પગાર વધારો - ઈન્ક્રીમેન્ટ કર્મચારીના પગાર પર સીધી અસર કરે છે, જેનાથી તેની ઓનહેન્ડ સેલેરી વધે છે.

પરફોર્મન્સના આધારે - મોટાભાગની કંપનીઓ ઈન્ક્રીમેન્ટને પરફોર્મન્સ રીવ્યુ સાથે જોડે છે, એટલે કે, જેઓ સારું કામ કરે છે તેમને વધુ ઈન્ક્રીમેન્ટ મળે છે.

ઇન્ફલેશન અને માર્કેટ એડજસ્ટમેન્ટ - ઘણી વખત કંપનીઓ ઇન્ફલેશન અને વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને પણ પગાર વધારો કરે છે.

પ્રમોશન અને રોલ એક્સચેન્જ - જો કોઈ કર્મચારી નવી ભૂમિકા સ્વીકારે છે અને વધારાની જવાબદારીઓ સંભાળે છે, તો તેને ઈન્ક્રીમેન્ટ મળે છે.

એન્યુઅલ ઈન્ક્રીમેન્ટ - સામાન્ય રીતે દર વર્ષે ઈન્ક્રીમેન્ટ કરવામાં આવે છે, પરંતુ કેટલીક કંપનીઓ તે 6 મહિના અથવા કોઈ ચોક્કસ સમયગાળા પછી કરે છે.

Appraisal અને Increment કેવી રીતે સંબંધિત છે?

પફોર્મન્સ અપ્રેઝલ અને સેલેરી ઈન્ક્રીમેન્ટ અલગ છે પણ એકબીજા સાથે જોડાયેલા છે. સારા પરફોર્મન્સની સીધી અસર ઈન્ક્રીમેન્ટ પર પડે છે, કારણ કે કંપનીઓ ઈન્ક્રીમેન્ટનો નિર્ણય લેવા માટે પરફોર્મન્સ રિપોર્ટનો ઉપયોગ કરે છે. જો કોઈ કર્મચારી સતત સારું પરફોર્મ કરે છે અને તેના ગોલ અચીવ કરવામાં સફળ થાય છે. જેના કારણે, કંપનીનો બિઝનેસ આગળ વધે છે તો ઈન્ક્રીમેન્ટની શક્યતા વધુ છે.

Appraisal અને Incrementને અસર કરતા પરિબળો

પરફોર્મન્સ - સામાન્ય રીતે કંપની સારું પરફોર્મ કરનાર કર્મચારીને સારું અપ્રેઝલ અને ઈન્ક્રીમેન્ટ આપે છે. આ કર્મચારીની કામ પ્રત્યેની મહેનત અને ગુણવત્તા પર આધારિત છે.

કંપનીનું પરફોર્મન્સ - જો કંપની આર્થિક રીતે મજબૂત હોય અને નફો કરતી હોય, તો કર્મચારીઓને વધુ ઈન્ક્રીમેન્ટ મળવાની શક્યતા છે.

ઉદ્યોગ ધોરણો - બજારની પરિસ્થિતિ અને અન્ય કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતા પગારથી પણ ઈન્ક્રીમેન્ટ પ્રભાવિત થાય છે. જો કોઈ ક્ષેત્રમાં ઈન્ક્રીમેન્ટનો ટ્રેન્ડ હોય, તો કંપનીઓ તે મુજબ તેમના કર્મચારીઓના પગારમાં વધારો કરે છે.

નોકરીની ભૂમિકાઓ અને જવાબદારીઓ - જે કર્મચારીઓ મહત્ત્વ પોસ્ટ ધરાવે છે અને મોટી જવાબદારીઓ નિભાવે છે તેમને સામાન્ય રીતે વધારે ઈન્ક્રીમેન્ટ આપવામાં આવે છે.

સ્કિલ્સ ડેવલપમેન્ટ - જે કર્મચારીઓ નવી સ્કિલ્સ શીખે છે અને વધારાની જવાબદારીઓ સંભાળે છે અથવા કંપનીની સફળતામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમને સારું અપ્રેઝલ અને ઈન્ક્રીમેન્ટ મળે છે.

Related News

Icon